Posts

Showing posts from March, 2022
  આ   વિભાજનની   વિભીષિકાની  ‘ ક્લાશનિકોવ ’  ક્ષણ   છે ! - શ્રવણ   ગર્ગ એવું   માની   લેવું   ઠીક   નથી   કે   લગભગ  183  અબજ   રૂપિયાની   હેસિયતવાળા   મુંબઈના   ફિલ્મઉદ્યોગમાં   જે   કોઈ   મોટા   લોકો   હાલ   ડરેલા   છે એમાં   આમિર   ખાન   પણ   એક   હોઈ   શકે   છે .  આમ   તો   લોકોની   જાણમાં   છે   કે   ફિલ્મ  ‘ પીકે ’ માં   પોતાના   ન્યૂડ   પોસ્ટર   અને   કથિત   રીતે   દેવી - દેવતાઓની   મજાક   કરવાને   લીધે   જ્યારથી   આમિર   કટ્ટરપંથીઓના   નિશાને   છે   એ   ત્યારથી   સમજીવિચારીને   જ   વાત   કરવા   લાગેલ   છે . ‘ તારે જમીં   પર ’  ફેમ   અભિનેતાએ   લગભગ   સાતેક   વર્ષ   પહેલાં   એવું   પણ   કહી   દીધેલ   કે   અસહિષ્ણુતાના   વાતાવરણથી   એમની   પત્ની  ( હવે ભૂતપૂર્વ )  ને   ભારતમાં   રહેતા   ડર   લાગે   છે   અને   એ   બાળકોને   લઈને   દેશ   છોડવા   ઇચ્છે   છે .  એમના   આ   કથનને   લઈને   ત્યારે   જબરી   બબાલ થઈ   હતી . અહીં   આમિર   ખાનનો   ઉલ્લેખ  ‘ ધ   કાશ્મીર   ફાઇલ્સ ’ ને   કારણે   જરૂરી   બન્યો   છે .  આમિરે   કહ્યું   છે   કે   એ   ચોક્કસ   આ   ફિલ્મ   જોશે   કેમ   કે   એ આપણા