પરિણામો પછી કેવી હશે હિંદુત્વ ની રાજનીતિ ?
-શ્રવણ ગર્ગ
શું દસ માર્ચે મળનારા ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપ અને સંઘની અપેક્ષાઓ વિરુદ્ધ જઈ શકે છે (જેવી આશંકાહમણાં જાહેર કરવામાં આવી રહી છે) અને જીત ‘કમંડળ’ ને બદલે ‘મંડળ’ની થવા જઈ રહી છે? એવા સંજોગોમાં શું ભારતને એક હિંદુરાષ્ટ્ર ઘોષિત કરવાની દિશામાં સત્તારૂઢ પક્ષનું હિંદુત્વ (હિંદુ-મુસ્લિમ) કાર્ડ પ્રભાવહીન સાબિત થયેલું મનાશે ? અને પછી શું હિંદુ રાષ્ટ્રનીસ્થાપનાનો એજન્ડા થીજી જશે? કે પછી એનું વધુ આક્રમક રીતે પરીક્ષણ કરવામાં આવશે અને દેશના ખૂણે-ખૂણે હરિદ્વાર જેવી ધર્મસંસદોથી સેતુરૂપ થશે ?
ચૂંટણીનાં પરિણામોને રાજનીતિક દળોની હાર-જીતના ગણિતથી ઇતર ભાજપ અને સંઘના હિંદુ રાષ્ટ્રવાદની અવધારણા સાથે સાંકળીનેજોવાની શરૂઆત અત્યારથી જ એટલે કરી દેવી જોઈએ કે જે કંઈ પણ દસમી માર્ચે પાંચ રાજ્યોમાં નક્કી થશે એના બીજમાંથી 2024નીલોકસભાની ચૂંટણી અને એની યે પહેલા અન્ય અગિયાર રાજ્યોની વિધાનસભાઓનો પાક લણવામાં આવશે. લઘુમતિઓ તરફ જેરીતની ભડકાઉ અને આક્રમક વાણીનો ઉપયોગ મુખ્યમંત્રી યોગી અને અન્ય ભાજપ નેતાઓ કરી રહ્યા છે એનાથી એ જ ઈશારો મળે છેકે ઉત્તરપ્રદેશમાં મતદાન હકીકતમાં દેશને એક હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે ભાજપના અલિખિત ઘોષણાપત્ર પર મતદારોની સંમતિમેળવવા માટે થઈને થઈ રહેલ છે અને એને જ એંશી સામે વીસ (કે હવે નેવું-દસ)ની વચ્ચેની ચૂંટણી બતાવાય છે.
ઉત્તરપ્રદેશના ચૂંટણીનાં પરિણામો પછી સોશિયલ મીડિયા પર ચાલનારી તમામ ચર્ચાઓ પર સરકારી પહેરો બેસાડાય એ પહેલાવિચારવાનો મુદ્દો એ છે કે સરકાર ન બનાવી શકવાના કે બહુમત નજીક પહોંચીને અટકી જવાના સંજોગોમાં ભાજપ એનો દોષનો ટોપલોહિંદુત્વની અતિવાદી રાજનીતિને આપતા પોતાના સાંપ્રદાયિક એજન્ડા પર ફરી વિચારવા ઇચ્છશે કે પછી પરાજયનું ઠીકરું મુખ્યમંત્રીયોગીની વહીવટી ખામીઓ અને સંગઠનાત્મક ઊણપોના માથે ફોડતાં સામ્પ્રદાયિક વિભાજનના એજન્ડાને વધુ મજબૂતી અને સંકલ્પ સાથેવિસ્તાર કરવા ઇચ્છશે ?
ઉત્તર પ્રદેશના પરિણામોની પ્રતીક્ષા એક અજ્ઞાત ભય સાથે એટલા માટે કરવી જોઈશે કે ભાજપને મળનારી બેઠકોની સંખ્યા અને પડનારાકુલ મતોમાં એનો હિસ્સો ભારતને એક હિંદુ રાષ્ટ્રમાં તબદીલ કરવાની એની મહત્ત્વાકાંક્ષાઓની તરફેણમાં જનતાના સમર્થનની ટકાવારીપણ નક્કી કરનાર છે. આ રીતની આશંકાઓ જ પ્રતિક્રિયામાં મતોના વિભાજનને રોકવ વિપક્ષી ગઠબંધનની બેઠકોમાં પ્રગટ થવાની છે. વિપક્ષના મજબૂત પડકાર સાથે કેંદ્ર અને રાજ્ય બંને સરકારો પ્રત્યે વ્યાપ્ત વ્યાપક નાગરિક-અસંતોષ ઉપરાંત જો ભાજપ ફરી સત્તા પરઆવે છે તો પછી એને હિંદુત્વનો ચમત્કાર જ ગણાવવામાં આવશે.
ઉત્તરપ્રદેશના પરિણામોને ત્યાં સરકાર કોણ બનાવશે એનાથી વધુ આ સંદર્ભોમાં જોવાની જરૂર પડી શકે કે લોકસભા માટે કરવાનીતૈયારીમાં ભાજપ, સંઘ અને એના આનુષંગિક સંગઠનોને પોતાના હિંદુત્વની ધારને હજુ કેટલી અણીદાર કરવાની જરૂર પડવાની છે અનેએનો નાગરિક-રાજકીય પ્રતિરોધ ક્યા રૂપે પ્રગટી શકે છે ! ભાજપની પરાજયની પ્રતિક્રિયામાં એ ડરને પણ સામેલ કરવાની શક્યતા છે કેઅખિલેશના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને 2024 સુધી (હરિદ્વારની ધર્મસંસદ જેવા) ધાર્મિક આતંકવાદના બનાવોથી મુક્ત રહીનેપોતાના વિકાસના એજન્ડા પર કામ જ ન કરવા દેવામાં આવે, એને એરીતેનું સાબિત કરવાની પ્રત્યેક દિવસે પ્રયાસ કરવામાં આવે કે જેનીચર્ચા વડાપ્રધાન પોતાની વર્ચ્યુઅલ સભાઓમાં કરી રહ્યા છે ? મોદી મતદારોને સતત ચેતવી રહ્યા છે કે સમાજવાદી પાર્ટીનીસત્તાવાપસીનો અર્થ દબંગો અને દબંગશાહી શાસનને ઉત્તરપ્રદેશમાં ફરી તક આપવી એવો થશે.
ઉત્તરપ્રદેશમાં 2017ની માફક બહુમતિથી ભાજપનું સરકાર ન બનાવી શકવું એ ન કેવળ 2024માં વડાપ્રધાનનું સત્તામાં ફરી આવવાનીશક્યતાઓને પ્રભાવિત કરી શકે, મોદીની પક્ષ અને સંઘ પરની પકડની સાથે સાથે દેશની જનતા પર એમનો જાદુ અને એમનીઆંતરરાષ્ટ્રીય છબીને પણ ઝાંખા કરી શકે છે. જો કે આંતરિક પ્રજાતંત્રના મામલે ભાજપની વિશ્વસનીયતા કોંગ્રેસ જેટલી પારદર્શક નથી, કેમોદીને અશક્ત થતા જોવાની ઇચ્છા રાખનાર નેતા-કાર્યકર્તાઓની ભાજપ અને સંઘમાં વાસ્તવિક સંખ્યા ખરેખર કેટલી મોટી છે એવાતનું યોગ્ય રીતે અનુમાન પણ નથી લગાવી શકાતું !
વિધાનસભાના વિપરીત પરિણામોના સંજોગોમાં યોગી આદિત્યનાથ તો લખનૌથી ગોરખપુર પાછા ફરીને પોતાના મઠના પૂજા-પાઠમાંધ્યાન લગાવી શકે છે પણ 2024માં લોકસભાની ચૂંટણીનાં અણધાર્યા પરિણામોની સ્થિતિમાં મોદીને લઈને એવી કલ્પના તો નથી થઈશકતી કે એ ક્યારેય સત્તાથી બહાર રહી શકે છે અથવા વિરોધપક્ષમાં પણ બેસવાની એમની હિંમત છે. મોદીએ વર્ષ 2001માં ગુજરાતવિધાનસભામાં પહેલી વાર પ્રવેશ મુખ્યમંત્રી તરીકે જ કર્યો હતો અને પછી ગાંધીનગરથી સીધું સંસદમાં પણ વડાપ્રધાન તરીકે જ દાખલથયા હતા. વર્ષ 2024 સુધી મોદી સત્તારૂઢ થવાના ત્રેવીસ વર્ષ પૂરાં કરશે. જવાહરલાલ નહેરુ કુલ સોળ વર્ષ 286 દિવસ અને ઇંદિરાગાંધી (બે તબક્કામાં) પંદર વર્ષ 350 દિવસ જ સત્તા પર રહ્યા હતાં.
આફતોને નોતરીને એને અવસરમાં પલટાવવાનું કૌશલ્ય ધરાવતા મોદીના રાજનીતિવિજ્ઞાનનો અભ્યાસ કરતા રહેનાર સંશોધકો જાણેછે કેદરેક વિપરીત પરિસ્થિતિ માટે વડાપ્રધાન પાસે એક ‘પ્લાન-બી’ ચોક્કસ મોજૂદ હોય છે જે છેલ્લાં આઠ વર્ષોમાં કેટલીય વાર અવતરીચૂકેલ છે. જે લોકો આ સમયે યોગીની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ માટે સંકટ ખોળી રહ્યા છે એદસ માર્ચ પછી મોદીની દૃષ્ટિએ 2024ની લોકસભાની ચૂંટણી માટે કોઈ ‘પ્લાન-બી’ની રાહ પણ જોઈ શકે છે.
મોદી હવે ન તો પોતાને માટે સત્તા છોડી શકે છે અને ન તો સંઘ માટે હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનો એજંડા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનાજવાબમાં વડાપ્રધાને પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં જે કડવી ભાષામાં વિદ્વેષની ભાવના સાથે વિપક્ષ પર આક્રમણ કર્યું તેમાંચૂંટણીનાં પરિણામો પછી દેશની થનાર રાજનીતિ માટેનો ઈશારો ખોળી શકાય છે ?
(मूल हिंदी आलेख का गुजराती में अनुवाद )
Comments
Post a Comment